08/03/2026
કલશ ક્રિકેટ એકેડેમી રનરઅપ થઈ તારીખ 08/03/2026
આજ રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ઉજવણીના ભાગરૂપે ગુજરાત ટેનિસ બોલ ક્રિકેટ એસોસિયેશન ના નેજા હેઠળ વલસાડ ટેનિસ બોલ ક્રિકેટ એસોસિયેશન દ્વારા ઓપન ગુજરાત ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું શાહ એન એચ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ વલસાડ ખાતે આયોજન કરવાં આવ્યું,
વલસાડ તાલુકા ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ,ગુજરાત પ્રદેશ મંત્રી શ્રીમતી સોનલબેન સોલંકી,શ્રી સાઈ ચેરિટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ અને વલસાડ ટેનિસ બોલ ક્રિકેટ એસોસિયેશન પ્રમુખ શ્રી કેયુરભાઇ પટેલ,સેક્રેટરી જનરલ શ્રી નિલેશ કોસીયા,સામાજિક કાર્યકર શ્રી વિનોદભાઇ પટેલ,સી.બી.આઈ વલસાડના સાહેબ શ્રી સી.એમ.મકવાણા,શ્રી બકુલભાઈ જોષી ઉપસરપંચ ભાગદાવડા ગ્રામ પંચાયત,સામાજિક કાર્યકર શ્રી ભરતભાઈ બલસારા દ્વારા દીપ પ્રગટાવી શ્રી ફળ વધેરી અને રીબીન કાપી ટૂર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો,
અંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નું મહત્વ અને વલસાડ ટેનિસ બોલ ક્રિકેટ એસોસિયેશનના પરિચય એસોસિયેશનના સેક્રેટરી શ્રી નિલેશ કોસીયાએ આપ્યો જ્યારે કારકિર્દી ના ઘડતરમાં રમત ગમત ખુબજ મહત્વ છે અને અત્યારે સરકારશ્રી દ્વારા રમત ગમત ને ખૂબ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે જેનો લાભ લેવા ધારાસભ્ય શ્રી ભરતભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું,ગુજરાત પ્રદેશ અધ્યક્ષ (ભાજપ) શ્રીમતી સોનલ સોલંકી દ્વારા સ્પર્ધામાં ભાગ લેનાર મહિલા ખેલાડીઓને અભિનંદન સાથે મહિલા દિવસની શુભકામના પાઠવી હતી અને આજની સ્પર્ધામાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી નારી શક્તિનો પરિચય બતાવવા જણાવ્યું હતું,
વલસાડ ટેનિસ બોલ ક્રિકેટ એસોસિયેશન દ્વારા અંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિતે આયોજિત ઓપન ગુજરાત મહિલા ટેનિસ બોલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં કુલ 8 ટીમોએ ભાગ લીધો જેમાં શાહ એન.એચ.કોમર્સ કોલેજ ટીમ ચેમ્પિયન બની કળશ ઇલેવન રનર અપ બની હતી,મહિલા પતંજલિ યોગ સમિતિના રાજ્ય પ્રભારી શ્રીમતી તનુજાબેન આર્ય.વી.ટી.બી.સી.એ.ના પ્રમુખ શ્રી કેયુરભાઇ પટેલ,વિનોદભાઇ પટેલ અને ભરતભાઈ બલસારા, એન.ટી.બી.સી.એ.ના સેક્રેટરી શ્રી પાર્થિવ પટેલ,તેમજ આમંત્રિત મહેમાનોના હસ્તે વિજેતા ટીમ અને પાર્ટીસીપેન્ટ ટીમને ટ્રોફી,મેડલ,પ્રમાણપત્ર આપવામાં આવ્યા જ્યારે જયમ ગ્રુપ દ્વારા વિજેતા અને ઉપવિજેતા ટીમોને ટીશર્ટ આપી સન્માનિત કર્યા હતા તેમજ સોનલબેન પટેલ દ્રારા વિજેતા અને ઉપવિજેતા ટીમના કોચ અને ટીમ મેનેજરને ટીશર્ટ આપી સન્માનિત કર્યા હતા,
સોનલબેન પટેલ કમિટી મેમ્બર,રાજકુમાર મોરેકર કળશ એકેડમી,નીશીત કોસીયા,કાજલ ગુપ્તા,પલક પરમાર,નિરાલી હરિયાવાલા,મુકેશભાઈ પટેલ કોમર્સ કોલેજ વલસાડ,અશોકભાઈ ટંડેલ પારડી,જયેશભાઇ બી.પટેલ નાનાપોંઢા,અશ્વિનભાઇ બસ્તા ધરમપુર,વિઠ્ઠલભાઈ રાઉત,સંજયભાઈ રાઉત કપરાડા દ્વારા ટુર્નામેન્ટને સફળ કરવા પરિશ્રમ કર્યો હતો,