Madhav Saraswati Shishumandir

Madhav Saraswati Shishumandir Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Madhav Saraswati Shishumandir, Madhav Chowk, JAHANGIRABAD, Surat.

Congratulations.... All the students and teachers
09/05/2024

Congratulations.... All the students and teachers

વાર્ષિક ઇનામ વિતરણ
28/04/2024

વાર્ષિક ઇનામ વિતરણ

વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત માધવ ફન ફેરમાં આપ સૌ સાદર નિમંત્રિત છો.
27/04/2024

વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત માધવ ફન ફેરમાં આપ સૌ સાદર નિમંત્રિત છો.

હોળી પર્વ ની ઉજવણીવિદ્યાલય માં શનિવારના રોજ હોળી પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાલયના ટ્રસ્ટી શ્રી સુરેન્દ્રભ...
24/03/2024

હોળી પર્વ ની ઉજવણી
વિદ્યાલય માં શનિવારના રોજ હોળી પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાલયના ટ્રસ્ટી શ્રી સુરેન્દ્રભાઈ કાપડિયા અને શ્રીમતી સધનાબેન ભંડારી ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓને હોળી ધુળેટી પર્વનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા હોળીનું ગીત રજૂ કરવામાં આવ્યું હતું.. વિદ્યાર્થીઓએ ખૂબ જ આનંદ અને ઉલ્લાસભેર હોળી પર્વની ઉજવણી કરી હતી.

આચાર્ય પ્રશિક્ષણ વર્ગ    વિષય: મંડલા આર્ટ થેરાપી   આજરોજ વિદ્યાલયમાં વુમન્સ ડે અંતર્ગત આચાર્ય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કર...
09/03/2024

આચાર્ય પ્રશિક્ષણ વર્ગ
વિષય: મંડલા આર્ટ થેરાપી
આજરોજ વિદ્યાલયમાં વુમન્સ ડે અંતર્ગત આચાર્ય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંડલા આર્ટ થેરાપી શીખવાડવામાં આવી હતી કે જેના દ્વારા આપણે કેવી રીતે મેડીટેશન કરી શકીએ અને પોતાનો ધ્યેય નક્કી કરીને એ ધ્યેય પાછળ સતત કેવી રીતે કાર્યરત રહેવું એ અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શિક્ષકો પાસે મંડલા આર્ટ કરાવવામાં આવ્યું .દરેક શિક્ષકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. માધવ સરસ્વતી શિશુમંદિરની પૂર્વ છાત્ર અનુજા ભંડારી અને તર્જની દ્વારા શિક્ષકોને ખૂબ જ સુંદર માહિતી આપવામાં આવી હતી.

શુભેચ્છા સમારોહ    ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની શરૂઆત અગ્નિહોત્...
05/03/2024

શુભેચ્છા સમારોહ
ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની શરૂઆત અગ્નિહોત્ર યજ્ઞ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓ ,વાલીઓએ પોતાના વિદ્યાલય સાથેના અનુભવો રજૂ કર્યા હતા. વિદ્યાલયના ટ્રસ્ટી શ્રી સુરેન્દ્રભાઈ કાપડિયા દ્વારા વિદ્યાર્થીઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. વિદ્યાલય ના દરેક શિક્ષકો, પ્રધાનાચાર્ય તેમજ ટ્રસ્ટી શ્રીમતી સાધનાબેન ભંડારીદ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી અંતે વિદ્યાર્થીઓને નાનકડી ભેટ આપવામાં આવી હતી.

માતૃભાષા આધારિત પ્રશ્ન મંચદિનાંક 21 ફેબ્રુઆરી 2024 માતૃભાષા દિન અંતર્ગત વિદ્યાલયમાં ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે માત...
21/02/2024

માતૃભાષા આધારિત પ્રશ્ન મંચ

દિનાંક 21 ફેબ્રુઆરી 2024 માતૃભાષા દિન અંતર્ગત વિદ્યાલયમાં ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે માતૃભાષા આધારિત પ્રશ્ન મંચનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં નિર્ણાયક તરીકે શ્રીમતી રુચાબહેન વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતી ભાષા આધારિત વિવિધ ચક્રો દ્વારા પ્રશ્નપંચ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં સમાનાર્થી ,વિરોધી, શબ્દ સમૂહ , જોડણી, અર્થભેદ નો આઈનો શબ્દની જોડ તોડ જેવા અલગ અલગ પ્રકારના ચક્રો રાખવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

સૂર્ય વંદના સપ્તાહવિદ્યાલયમાં દિનાંક : 12 /2 /2024થી દિનાંક 17/ 2 /2024 સુધી સૂર્ય વંદના સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી હતી...
16/02/2024

સૂર્ય વંદના સપ્તાહ
વિદ્યાલયમાં દિનાંક : 12 /2 /2024થી દિનાંક 17/ 2 /2024 સુધી સૂર્ય વંદના સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યા હતા.

માતૃ પિતૃ પૂજન તેમજ વસંત પંચમી ની ઉજવણીવિદ્યાલયમાં મા સરસ્વતીની વંદના કર્યા બાદ માતૃ પિતૃ પૂજન ની ઉજવણી કરવામાં આવી હતી....
14/02/2024

માતૃ પિતૃ પૂજન તેમજ વસંત પંચમી ની ઉજવણી
વિદ્યાલયમાં મા સરસ્વતીની વંદના કર્યા બાદ માતૃ પિતૃ પૂજન ની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા પોતાના માતા પિતા નું પૂજન કરવામાં આવ્યું હતું .તેમજ માતા પિતાની પ્રદક્ષિણા કરવામાં આવી હતી. આજના શુભ દિવસે વિદ્યાલયમાં વસંત પંચમીની ઉજવણી માં સરસ્વતીની આરાધના દ્વારા કરવામાં આવી હતી તેમજ આરતી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વાલીઓની ઉપસ્થિતિ ખૂબ જ સુંદર રહી હતી.

sports dayરમતનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ છે. એ ધ્યાનમાં રાખીને વિદ્યાલયમાં સ્પોર્ટ્સ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું. ...
10/02/2024

sports day
રમતનું આપણા જીવનમાં ખૂબ જ મહત્વ છે. એ ધ્યાનમાં રાખીને વિદ્યાલયમાં સ્પોર્ટ્સ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી અંકિતભાઈ દેસાઈ( સુરત ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ, મેનેજર) શ્રી નીતિનભાઈ રાણા (માસ્ટર એથલેટિક્સ એસોસિએશન ,સુરત પ્રમુખ )ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓને રમતનું મહત્વ સમજાવ્યું હતું.
વિદ્યાર્થીઓને મેદાન , મનોરંજન અને એકાગ્રતા ની જુદી જુદી રમતો રમાડવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

માધવ સરસ્વતી શિશુ મંદિરમાં 75 માં પ્રજાસત્તાક દિનની ખૂબ જ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. માનનીય ડો.શ્રીમતી સુષ્માબેન અગ્રવ...
27/01/2024

માધવ સરસ્વતી શિશુ મંદિરમાં 75 માં પ્રજાસત્તાક દિનની ખૂબ જ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. માનનીય ડો.શ્રીમતી સુષ્માબેન અગ્રવાલ કાર્યક્રમ ના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને પ્રજાસત્તાક દિનની શુભકામનાઓ પાઠવી અને વિદ્યાર્થી જીવનમાં તેમનું શું કર્તવ્ય છે તેની ખૂબ જ સુંદર સમજ આપી હતી. પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં મોટી સંખ્યા માં વાલીશ્રી ઑ ઉપસિથત રહ્યા હતા.

Address

Madhav Chowk, JAHANGIRABAD
Surat
395005

Opening Hours

Monday 7am - 2pm
Tuesday 7am - 2pm
Wednesday 7am - 2pm
Thursday 7am - 2pm
Friday 7am - 2pm
Saturday 7am - 2pm

Telephone

02612764677

Website

Alerts

Be the first to know and let us send you an email when Madhav Saraswati Shishumandir posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share