DSDO Junagadh

DSDO Junagadh Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from DSDO Junagadh, Sports, Junagadh.

*રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે “રન ફોર યુનિટી” કાર્યક્રમ યોજાયો.સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા “રાષ્ટ્રીય એકતા...
29/10/2024

*રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે “રન ફોર યુનિટી” કાર્યક્રમ યોજાયો.
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા “રાષ્ટ્રીય એકતા દિવસ”ની ઉજવણી નિમિતે આજ તા.૨૯/૧૦/૨૦૨૪ ના રોજ સવારે ૭:૦૦ કલાકે માન. કલેકટરશ્રીના પરામર્શમાં રહીને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા રન ફોર યુનિટીનું આયોજન બહાઉદ્દીન કોલેજ થી શામળદાસ ગાંધી ટાઉનહોલ સુધી કરવામાં આવેલ છે. જેમાં શ્રી સંજયભાઈ કોરડીયા માન. ધારાસભ્યશ્રી, જુનાગઢ, શ્રી દેવાભાઈ માલમ માન. ધારાસભ્યશ્રી, કેશોદ, શ્રી અનિલ રણાવસિયા માન. કલેકટરશ્રી જુનાગઢ, શ્રી ઓમ પ્રકાશ માન. કમિશનરશ્રી મહાનગરપાલિકા જુનાગઢ, શ્રી નિતિન સાંગવાન માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રી જુનાગઢ, શ્રી હર્ષદ મહેતા માન. પોલીસ અધિક્ષકશ્રી જુનાગઢ, પોલીસ અધિકારી/કર્મચારીશ્રી, શિક્ષકો, પી.ટી.શિક્ષકો, સીવીલીયન/અધિકારી/કર્મચારી, રમતવીર/જાહેર જનતા,પક્ષ/સામાજિક આગેવાનો અને સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો મળી કુલ ૫૪૩ જેટલા લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા. અને રન ફોર યુનિટી કાર્યક્રમ દરમ્યાન “રાષ્ટ્રીય એકતા દિવસ”ના શપથ ગ્રહણ કરેલ જેમાં જિલ્લા રમત વિકાસ અધિકારી, ડિસ્ટ્રીકટ કોચ, ટીમ મેનેજર, કોચ, ટ્રેનર સહિત આ આયોજનને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.
















🇮🇳















.0





SGFI-2024 શાળાકીય રાજ્યકક્ષાની સ્પર્ધાઓ ચાલુ છે.જેમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ચાલતી યોજના અંતર્ગત જિલ્લા કક્ષ...
27/10/2024

SGFI-2024 શાળાકીય રાજ્યકક્ષાની સ્પર્ધાઓ ચાલુ છે.જેમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ચાલતી યોજના અંતર્ગત જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ શ્રી બ્રહ્માનંદ વિદ્યામંદિર - ચાપરડા જી. જૂનાગઢ ખાતે તાલીમ લઈ રહેલા કુસ્તી રમતની ખેલાડી તથા આર્ચરી રમતના ખેલાડીઓએ રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી મેડલ પ્રાપ્ત કરેલ છે.તે બદલ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી,જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર - જૂનાગઢ વતી ખૂબ ખૂબ અભનંદન
સહ ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ💐



information










🇮🇳















.0





જૂનાગઢ તા.11 જિલ્લા કલેકટરશ્રી અનિલ રાણાવસિયાના સાહેબના અધ્યક્ષ સ્થાને વિકાસ સપ્તાહ અંતર્ગત આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ...
12/10/2024

જૂનાગઢ તા.11 જિલ્લા કલેકટરશ્રી અનિલ રાણાવસિયાના સાહેબના અધ્યક્ષ સ્થાને વિકાસ સપ્તાહ અંતર્ગત આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. “બેટી બચાવો બેટી પઢાવો” યોજના હેઠળ વિવિધ શાળાની દીકરીઓ દ્રારા બાલિકા દિવસ અને દીકરીના મહત્વ વિશે જાણકારી આપવામાં આવી હતી.ઉપરાંત વિશિષ્ઠ સિદ્ધિ મેળવેલ બાલિકા નું સન્માન કરવામાં આવ્યું હતુ. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આયોજિત આ કાર્યક્રમાં કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ બાલિકાઓએ સાથે સંવાદ પણ સાધ્યો હતો. વિદ્યાર્થીનીઓએ પણ જુદા-જુદા પ્રશ્નો રજુ કર્યાં હતા. તેના અનુસંધાને જિલ્લા કલેક્ટરશ્રીએ વિદ્યાર્થીઓ સાથે પ્રેરક સંવાદ કર્યો હતો. ઉપરાંત રમત-ગમત ક્ષેત્રે પોતાના અનુભવો અને સિદ્ધિ, પોતાના ધ્યેય વિષે પણ ચર્ચા કરવામાં આવી હતી.કલેકટરશ્રી અનીલ રાણાવસિયાએ દીકરીઓને દરેક ક્ષેત્રે આગળ વધવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ કાર્યક્રમમાં રમત ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ જૂનાગઢ જિલ્લામાં બંને DLSS શાળા ખાતે તાલીમ લઈ રહેલી બહેનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું..






information

🇮🇳















.0





68મી રાજ્ય કક્ષાની શાળાકીય જુડો રમત મેહસાણા ખાતે યોજાઇ હતી.જેમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ચાલતી યોજના અંતર્ગત ...
10/10/2024

68મી રાજ્ય કક્ષાની શાળાકીય જુડો રમત મેહસાણા ખાતે યોજાઇ હતી.જેમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ચાલતી યોજના અંતર્ગત ઈનસ્કૂલ શાળા શ્રી પરિશ્રમ એકેડેમી-માણાવદર જી:જૂનાગઢ ખાતે તાલીમ લઈ રહેલ ખેલાડી લોઢીયા ભાર્ગવ મિથુનભાઈ -90kg વજન ગ્રુપમાં તૃતીય નંબર (🥉) મેળવી જુડો રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રાજયકક્ષાએ સમગ્ર જૂનાગઢ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.તે બદલ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર-જૂનાગઢ વતી ખૂબ ખૂબ અભિનંદન..

સહ ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ..💐




information












iccsai


🇮🇳















.0





ગુજરાતની વિકાસ યાત્રાને અવિરત ચાલુ રાખી “નાગરિક પ્રથમ અભિગમ” સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાના ભાગરૂપે રાજ્ય સરકાર...
10/10/2024

ગુજરાતની વિકાસ યાત્રાને અવિરત ચાલુ રાખી “નાગરિક પ્રથમ અભિગમ” સાથે લોકાભિમુખ અને સક્રિય શાસનના પગલાના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં દર વર્ષે ૭ થી ૧૫ ઓક્ટોમ્બર દરમ્યાન “વિકાસ સપ્તાહ” ઉજવવા નક્કી કરવામાં આવેલ છે.
જે અન્વયે “વિકાસ સપ્તાહ -૨૦૨૪” ઉજવણીના ભાગરૂપે તા.૦૮/૧૦/૨૦૨૪ ના રોજ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જુનાગઢ ખાતે “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લેવામાં આવેલ હતી. જેમાં શ્રી ગૌરાંગ નરે, જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, જુનાગઢ, શ્રી યશવંતસિંહ ડોડીયા, ટેકનીકલ મેનેજર, શ્રી ધ્યાનેન્દ્ર પૂરી, હેન્ડબોલ કોચ, શ્રી સોહીલદીપસિંહ ગોહિલ, વોલીબોલ કોચ તેમજ અન્ય ટ્રેનર અને સ્ટાફ મળી અંદાજીત ૩૫ લોકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો અને પ્રતિજ્ઞા લીધી હતી.




information




















🇮🇳















.0





35th વેસ્ટ ઝોન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ નાગપુર ખાતે યોજાયેલ હતી.જેમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા જિલ્લા કક્ષા સ્પો...
07/10/2024

35th વેસ્ટ ઝોન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ નાગપુર ખાતે યોજાયેલ હતી.જેમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અંતર્ગત ચાલતી શાળા શ્રી બ્રહ્માનંદ વિદ્યા મંદિર-ચાપરડા જી.જૂનાગઢ ખાતે તાલીમ મેળવી રહેલ ખેલાડી વેગડા ભાનુ એ એથ્લેટીક્સ રમતમાં બરછી ફેંક ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવી સમગ્ર રાજ્યનું નામ રોશન કરેલ છે.તે બદલ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી-જૂનાગઢ વતી ખૂબ ખૂબ અભિનંદન..
સહ ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ💐






information




















🇮🇳















.0






સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા ગુજરાતભરના અંતરીયાળ વિસ્તારોમાં વસવાટ કરતા અને સંઘર્ષમય તેમજ કુદરતી રીતે વિપ...
05/10/2024

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા ગુજરાતભરના અંતરીયાળ વિસ્તારોમાં વસવાટ કરતા અને સંઘર્ષમય તેમજ કુદરતી રીતે વિપરીત પરિસ્થિતિઓમાં જીવન નિર્વાહ કરતા સમુહોના પરિવારજનો સાહસિકતા, સંઘર્ષ, સહનશિલતા, લડાયક જેવા ગુણો ધરાવતા હોય છે. ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં ખાસ કરીને ગીર સોમનાથ, જુનાગઢ, ભરૂચ, જામનગર, કચ્છ સહિતના વિસ્તારમાં વસતા સિદ્દી સમાજની સુષુપ્ત રમત શક્તિઓને શોધી જુદી-જુદી રમતોમાં આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી સફળ થવા માટે તૈયાર કરવા તથા શિક્ષણનાં સમન્વય સાથે પ્રતિભાશાળી ખેલાડીઓની અલગ અલગ માધ્યમથી શોધ કરવામાં આવે છે જે અનુસંધાને ગુજરાતનાં દરેક જિલ્લાઓમાં સિદ્દી સમાજના બાળકોમાં રહેલ રમતની પ્રતિભાને ઉજાગર કરવા સિદ્દી ટેલેન્ટ આઈન્ડેટીફિકેશન પ્રોગ્રામ થનાર છે. આગામી સમયમાં ૭ (સાત) દિવસ નિવાસી તાલીમ શિબીર યોજાનાર છે. જેમાં તા.૦૧-૦૧-૨૦૧૧ થી તા.૩૧-૧૨-૨૦૧૬ દરમ્યાન જન્મેલા સિદ્દી ભાઈઓ અને બહેનો પ્રતિભાવાન બાળકો માટે સિદ્દી રમત પ્રતીભા પસંદગી તાલીમ શિબીર-૨૦૨૪ નું આયોજન થનાર છે. જેમાં યોગ્યતા ધરાવતા તમામ સિદ્દી બાળકોના રજીસ્ટ્રેશન ફોર્મ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર,જુનાગઢ ખાતેથી મેળવી લેવા ઉપરાંત ફોર્મ પરત જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી, જુનાગઢ ખાતે જમા કરવા વિશેષ અનુરોધ કરવામાં આવે છે અને આ તાલીમ શિબીર પૂર્ણ થયા બાદ પ્રતિભાશાળી સિદ્દી ખેલાડીઓને ગુજરાત રાજ્ય સરકારની જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ યોજનામાં સીધો જ પ્રવેશ ફાળવવામાં આવશે. સિદ્દી ટેલેન્ટ આઈન્ડેટીફિકેશનની પસંદગી કસોટી આગામી ૭ (સાત) દિવસ દરમ્યાન રહેશે.






















🇮🇳















.0





ભારત સરકારશ્રી દ્વારા ૨જી ઓકટોબરનાં રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિની શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન...
03/10/2024

ભારત સરકારશ્રી દ્વારા ૨જી ઓકટોબરનાં રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિની શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણીને આહવાન કરવામાં આવેલ છે. આ વર્ષે સ્વચ્છ ભારત મિશનનાં ૧૦ વર્ષની ઉજવણીનાં ભાગરૂપે આ દિવસને “સ્વચ્છ ભારત દિવસ" તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે. સ્વચ્છ ભારત દિવસની ઉજવણીનાં ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન તા.૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૪ થી તા.૨ ઓક્ટોબર, ૨૦૨૪ સુધી "સ્વચ્છતા હી સેવા-૨૦૨૪" પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે રાજ્ય સરકાર દ્વારા નિર્મળ ગુજરાત ૨.૦ની કામગીરી અને પ્રાધાન્યતાને ધ્યાને લઈને સમગ્ર રાજ્યમાં 'સ્વચ્છતા હી સેવા- ૨૦૨૪' અભિયાનને તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૪ થી તા.૩૧ ઓકટોબર, ૨૦૨૪ સુધી લંબાવી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવાનું નક્કી કરવામાં આવેલ છે. જે અન્વયે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જુનાગઢના તાબા હેઠળની ડી.એલ.એસ.એસ. શાળાઓ તથા ઈનસ્કુલ

શાળાઓએ અને જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી, ગૌરાંગ નરે અને અન્ય અધિકારીશ્રીઓ,કર્મચારીશ્રીઓ, ટેકનીકલ મેનેજરશ્રીઓ, કોચ,ટ્રેનર સહિત સ્વચ્છતા હી સેવા - ૨૦૨૪ ના આયોજનમાં ઉત્સાહભેર જોડાઈ અને અભિયાનને વધુ મજબૂત બનાવ્યું હતુ..














તા:21/09/2024 થી 22/09/2024ના રોજ લીંબડી ખાતે ભાઈઓ અને બહેનોની સબ જુનિયર ફેન્સિગ સ્ટેટ ચેમ્પિયનશિપ યોજાયેલ હતી જેમાં સ્પ...
24/09/2024

તા:21/09/2024 થી 22/09/2024ના રોજ લીંબડી ખાતે ભાઈઓ અને બહેનોની સબ જુનિયર ફેન્સિગ સ્ટેટ ચેમ્પિયનશિપ યોજાયેલ હતી જેમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત દ્વારા ચાલતી યોજના અંતર્ગત જૂનાગઢ જિલ્લાની DLSS સ્કૂલ શ્રી આલ્ફા વિદ્યા સંકુલ- જૂનાગઢના ખેલાડીઓએ રાજ્યકક્ષાએ મેડલ પ્રાપ્ત કરી સમગ્ર જિલ્લાનું નામ રોશન કરેલ છે.તે બદલ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી વતી ખુબ ખુબ અભિનંદન....
સહ ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ..💐💐





information




















🇮🇳















.0






સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા 68મી અખિલ ભારતીય શાળાકીય રાજ્યકક્ષાની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં જિલ્લા ...
19/09/2024

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા
68મી અખિલ ભારતીય શાળાકીય રાજ્યકક્ષાની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી-ખેડા દ્વારા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નડિયાદ ખાતે જુડો રમતની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ચાલતી ઈનસ્કૂલ યોજના અંતર્ગત ચાલતી શાળા શ્રી વિસણવેલ પ્રાથમિક શાળા,વિસણવેલ જી:જૂનાગઢ ખાતે તાલીમ મેળવી રહેલા ખેલાડી ચૌહાણ ઋષિતા ભરતભાઈ એ 27kg વેઇટ કેટેગરી માં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરેલ છે.તે બદલ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી,જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર-જૂનાગઢ વતી ખૂબ ખૂબ અભિનંદન..

સહ ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ💐























🇮🇳















.0






સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કૂલ યોજના અંતર્ગત જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી,જિલ્લા રમત પ્...
12/09/2024

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કૂલ યોજના અંતર્ગત જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી,જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર-જૂનાગઢ દ્વારા અંડર-15 વયજૂથમાં ભાઈઓ અને બહેનો માટે પસંદગી પ્રક્રિયાનું આયોજન સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ,ગાંધીગ્રામ-જૂનાગઢ ખાતે આવેલ હતું જેમાં જૂનાગઢ જિલ્લામાં અસાધારણ ઊંચાઈ ધરાવતા ખેલાડીઓએ ખૂબ જ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો.



























🇮🇳















.0






સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કૂલ યોજના અંતર્ગત જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી-જૂનાગઢ દ્વારા...
02/09/2024

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કૂલ યોજના અંતર્ગત જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી-જૂનાગઢ દ્વારા અંડર-15 વયજૂથમાં ભાઈઓ અને બહેનો માટે પસંદગી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવેલ છે.




























🇮🇳















.0






Address

Junagadh

Website

Alerts

Be the first to know and let us send you an email when DSDO Junagadh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category