06/06/2026
⚡ *ખેડૂત હિતાર્થે મોટો નિર્ણય: નવું "જામકા ખેતીવાડી ફીડર" કાર્યરત*⚡
આજરોજ ખેડૂત પુત્રોને સતત અને પૂરતો વીજ પુરવઠો મળી રહે તે હેતુથી એક પ્રશંસનીય લોકઉપયોગી કાર્ય સંપન્ન થયું.
ખૂબ જ વધારે વીજભાર (Load) ધરાવતા માંડવડા ખેતીવાડી ફીડર માંથી જામકા ખેતીવાડી ફીડર ને અલગ કરી, લોડ બેલેન્સ કરીને નવું ફીડર આજથી જ ચાલુ કરી દેવામાં આવ્યું છે.
👥 ગરિમામય ઉપસ્થિતિ:
આ લોકાર્પણ પ્રસંગે *માનનીય ધારાસભ્ય શ્રી જે.વી. કાકડિયા સાહેબ*, બગસરા તાલુકા ભાજપ પ્રમુખશ્રી પ્રદીપભાઈ ભાખર, બગસરા શહેર ભાજપ પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ સાદરાણી, નગરપાલિકા પ્રમુખશ્રી નીરવભાઈ ગોંડલીયા તથા ચિરાગભાઈ પરમાર તેમજ બગસરા તાલુકા પંચાયત સદ્સ્યશ્રી સુરેશભાઈ ડોબરિયા તેમજ ભાજપના શીર્ષસ્થ કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
🚜 આ ગામોના ખેડૂતોને થશે સીધો લાભ:
નવા ફીડરના કારણે નીચેના ગામોના ખેડૂત પુત્રોની વીજ સમસ્યાનો હવે કાયમી ઉકેલ આવશે:માંડવડા,જેઠીયાવદર,ટીંબલા,જામકા,સનાળીયા,ખીજડીયા,શીલાણા
🙏 વિશેષ આભાર:
આ ભગીરથ કાર્યને સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ બગસરા પેટા વિભાગના નાયબ ઈજનેર શ્રી એચ. એમ. મહીડા, જુનિયર ઈજનેર શ્રી એસ. વી. જેઠવા, શ્રી શેખભાઈ, શ્રી લીંબાણીભાઈ તથા વિભાગીય કચેરીના કાર્યપાલક ઇજનેર શ્રી નાગર સાહેબનો હૃદયપૂર્વક આભાર જેમનું બહુમૂલ્ય યોગદાન રહ્યું છે.