01/01/2025
સાર
કહી જાણી વાતોના વતેસરનું શું?
કોઈ કહી શકે તો જાણો કે રીતસર નું શું?
દુનિયાના ભપકામાં દેખાય સુંદર બધા,
ચહેરા પાછળ રહેલા વિચારોનું શું?
રાત આખી વીતી ગઈ, નીંદર નો આવી,
મનડા ને પૂછો ને , અવસ્થાનું શું?
કહી જાણી....
એક, બે, ત્રણ, ચાર, કામો સતત આવશે,
જિંદગી તો જીવ્યા, માણ્યા નું શું?
ઈર્ષ્યા ભેગી, ક્રોધ ભેગો, લાલચ ભેગી,
ખબર ત્રણેય મારશે 'દવે', ઈચ્છાઓનું શું?
કહી જાણી વાતોના વતેસરનું શું?
ના કહે તો કંઈ નઈ, આમા "સાર" નું શું?
તિગ્માંશુ દવે