29/05/2022
નમસ્તે દોસ્તો,
આજ ના આ વીડિયો માં kasol base camp થી Grahan village સુધી ના trek નું વર્ણન છે..આ trek લગભગ 9 કિમી લાંબો અને 5 થી 6 કલાક જેટલો સમય લાગે છે. trek Grahan nala ની સાથે સાથે ચાલે છે અને સુંદર ઝરણા, પર્વતો, જંગલ, પક્ષીઓ ના કલરવ ની સાથે ચાલવાની ખૂબ મજા આવે છે. વરસાદ આવવાના કારણે trek ઔર સુંદર બની જાય છે.
કસોલ કે જેને "મીની ઈઝરાઈલ " તરીખે પણ ઓળખવા માં આવે છે તે વિવિધ ટ્રેક માટે પણ જાણીતું છે. અહીંથી ઘણા બધા ટ્રેક ની શરૂઆત થાય છે. જેમકે 'ખીર ગંગા ટ્રેક ' જે એક દિવસ નો ટ્રેક છે. આ સિવાય તુલગા અને પુલગા village ટ્રેક, તેમજ ગ્રહણ village ટ્રેક . અહી થી મનીકરણ લગભગ ૪ km ના અંતરે આવેલ છે. જે શીખો નું બહુ મોટું યાત્રાધામ (ગુરુદ્વારા) છે. અહી ગરમ કુંડ માં નાહવા થી થાક દુર થઇ જાય છે.
ગ્રહણ લગભગ ૨૦૦ થી ૩૦૦ ની વસ્તી ધરાવતું ગામ છે. ગામ માં home stay ઘણા છે અને ઘણા સસ્જેતા ભાવ માં ઉપલબ્ધ છે. આપણ ને પ્રાથમિક સુવિધા ઓ મળી રહે છે. ઘણી જગ્યાએ wi-fi ની સુવિધા પણ મળી રહે છે પણ જો વીજળી ઉપલબ્ધ હોય તો. જમવાનું સાદું લોકલ ફૂડ મળી જાય બાકી મેગી અને momos તો ખરા જ ..
ગામ ના લોકો સરળ અને સારા સ્વભાવના છે અને ખુબ મહેનતુ પણ છે. આટલી ઉચાઇ પર જીવન જરૂરી ચીજો પુરતા પ્રમાણ માં પહોચાડવી તે જેવું તેવું કામ નથી. શિયાળામાં અહી બરફ ની ચાદર પથરાઈ જાય છે. ઠંડી થી બચવા પુરતા પ્રમાણ માં લાકડાનો stock કરી રાખવો પડતો હશે. અમારા આ ટ્રેક દરમિયાન વરસાદ સારા એવા પ્રમાણ માં પડ્યો અને છતાં અમે અમારા નિયમિત સમય માં આ ટ્રેક પૂરો કર્યો.
તો મિત્રો મારા આ વીડિયો ને અંત સુધી જુઓ અને એક સુંદર trek ની આપ પણ મજા માણો..
આભાર.
Chirag Gohel.
નમસ્તે દોસ્તો, આજ ના આ વીડિયો માં kasol base camp થી Grahan village સુધી ના trek નું વર્ણન છે..આ trek લગભગ 9 કિમી લાંબો અને 5 થી 6 કલાક જેટલો સમય લ....