11/04/2021
૦૪/૦૪/૨૦૨૧
રાજપૂત સેવા સમાજ, હાપા આયોજિત ક્ષત્રિય સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૧ કોરણ ક્રિકેટ ગ્રાઉન્ડ, હાપા ખાતે યોજાઈ હતી. જેમાં જુદા જુદા ગામના ક્ષત્રિય સમાજની ૮૦ ટીમોએ ભાગ લીધો હતો. અંતમાં ફાઇનલ મેચ એકતા ઇલેવન, તલોદ અને ક્રિષ્ના ઇલેવન, દેરોલ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં એકતા ઇલેવન, તલોદ ચેમ્પિયન બની હતી.
ટુર્નામેન્ટના અંતે વિવિધ 40 ઉપરાંત ટ્રોફીઓ દ્વારા વિવિધ કેટેગરીમાં વિજેતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ચેમ્પિયન ટીમને ટ્રોફી, દરેક ખેલાડીને તલવાર અને સાફા દ્વારા તથા રનર્સ અપ ટીમને ટ્રોફી અને દરેક ખેલાડીને સાફા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે હાપા ગામના યુવાનોને ખૂબ જ મહેનત કરી હતી. ફાઇનલ મેચમાં હાજર સહુ કોઈ અને ભાગ લેનાર સર્વે ટીમો દ્વારા ક્ષત્રિય સમાજની આ ટુર્નામેન્ટના સુંદર આયોજનની સરાહના કરવામાં આવી હતી અને ભવિષ્યમાં પણ આવી સફળ અને સુંદર ટુર્નામેન્ટનું આયોજન થતું રહે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
ચેમ્પિયન અને રનર્સ અપ ટ્રોફી તથા પ્રત્યેક લીગ મેચમાં મેન ઓફ ધ મેચને ટીશર્ટ માટે સહયોગ સ્વ. રણજીતસિંહજી સોલંકી (SATHAMBA) ના સ્મરણાર્થે તેમના સુપુત્રો શ્રી ધર્મેન્દ્રસિંહજી સોલંકી (અમેરિકા) અને શ્રી વિરેન્દ્રસિંહજી સોલંકી (કેનેડા) દ્વારા આપવામાં આવી હતી.
વિજેતા ટીમના ખેલાડીઓને તલવારની ભેટ સ્વ. રંજનબા નરદેવસિંહજી ગોહેલ (બાકરોલ)ના સ્મરણાર્થે તેમના અનુજ શ્રી રવિન્દ્રસિંહજી પરમાર દ્વારા આપવામાં આવી હતી.
મેન ઓફ ધ સિરીઝની ટ્રોફી સ્વ. શંકરબા હાલુંસિંહજી પરમાર (હાપા)ના સ્મરણાર્થે તેમના સુપુત્ર શ્રી શૈલેન્દ્રસિંહજી પરમાર દ્વારા આપવામાં આવી હતી.
ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે સહયોગી થનાર તમામ દાતાશ્રીઓ તથા સહભાગી થનાર સર્વેનો ખૂબ ખૂબ આભાર...